આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી ..
નવરાત્રી એ હિંદુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે જે દેવી દુર્ગાની પૂજા સાથે સંકળાયેલો છે. આ નવ રાત અને દસ દિવસનો તહેવાર દર વર્ષે આસો માસમાં ઉજવવામાં આવે છે. નવરાત્રીમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દુર્ગા માતાની વિજયી સંઘર્ષની કથાઓનું સ્મરણ કરવામાં આવે છે.
આજેહસ્ત નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં માતાજીનું ઘટ સ્થાપન….
નવરાત્રીનાં નવરંગી દિવસ એટલે માઁ જગદંબાનાં નવ સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચનાનાં પાવનકારી દિવસો.
નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. પરંતુ શારદીય નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી માતાજીના વિશેષ આશીર્વાદ રહે છે. આ નવ દિવસ દરમિયાન, માતા દેવીની પૂજા કરવામાં આવે છે, વ્રત રાખવામાં આવે છે.