ઓ……..હો………હો…….. ભ્રષ્ટાચાર કે શું?
દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને લેખિત ફરિયાદ હોવા છતાં અમુક દબાણ ન હટાવવાના રૂપિયા લે છે કે શું? કે પછી આ તમામ કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓનો પણ રૂપિયા રૂપી વહીવટ કે શું? આવા અનેક ઉદભવતા પ્રશ્ર્નોનો જવાબ રૂપિયા રૂપી ભ્રષ્ટાચાર કે શું?
જાણવા મળતી વિગત અનુસાર અગાઉ દ્વારકા રે.સ.ન.658 તથા 14/2 પૈકી બિનખેતી વાળી જમીન જગ્યાના કોમનપ્લોટમા દબાણ કરતા અજાણ્યા ઈસમો દ્વારા જમીન દબાણ થઈ રહેલ હોય અને એ જગ્યા પર દ્વારકા નગરપાલિકા દ્વારા સ્પષ્ટ જાહેર નોટિસ દ્વારા લેખિત બોર્ડ પર લખાણ હતું કે, જેમાં કોમન પ્લોટ નગર પાલિકા ની માલીકીના હોય, આ જગ્યા માં કોઈ વ્યક્તિ/ઇસમો એ કોઈપણ પ્રકારનું દબાણ કરવાની પ્રવૃતિ કરવી નહી. અન્યથા તેમની સામે નગર પાલિકા દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી. હુકમ થી – દ્વારકા નગર પાલિકા. આવી નોંધ હોવા છતા અજાણ્યા ઈસમોએ દબાણ કરેલ એમ છતાં આ દબાણ અંગે લેખિત ફરિયાદ હોવા છતાં આ દ્વારકાના ચીફ ઓફિસર સાહેબે દબાણ હટાવેલ નહિ અને થોડા દિવસો પહેલા નાના વ્યવસાય કરતા લોકોનું દબાણ દૂર કરવા પગલા લીધા અને દબાણ હટાવેલ હોય પણ દ્વારકાના ચીફ ઓફિસર સાહેબની આવી ડબલ રોલની ભૂમિકામાં જોતા લોકમુખે એવું ચર્ચાય રહ્યું છે કે આ એકને ગોળ અને એકને ખોળ જેવી કાયદાની અનુભૂતિ કરાવતા આ દ્વારકાના ચીફ ઓફિસર સાહેબે ફરિયાદીની ફરિયાદ દબાવવા કે પછી આ દબાણ કરતા અજાણ્યા ઇસમોનું દબાણ દુર ન કરવા અંગેના રૂપિયા લીધા છે કે શું? કે પછી આ તમામ કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓનો પણ રૂપિયા રૂપી વહીવટ કે શું? આવા ઉદભવતા પ્રશ્ર્નોનો જવાબ રૂપિયા રૂપી ભ્રષ્ટાચાર કે શું ? એવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.