ભાણવડ તાલુકા ના રેટા કાલાવડ ગામે ડેમ ની કામગીરી પૂર્ણ કરવા ખેડૂતો ની અપીલ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે આવેલ હડમતીયા ડેમની વર્ષોથી કામગીરી ચાલી રહી છે., જેનું મોટા ભાગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને થોડુ કામ જ બાકી છે, જે લાંબા સમયથી અટકેલ છે, ત્યારે આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને ડેમનું પાણી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થાય તેવી માંગ સાથે વિરુભાઈ કંડોરિયા તેમજ આજુબાજુના 10 જેટલા ગામના ખેડૂતો એકઠા થયા હતા, અને આ કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જો ડેમની કામગીરી જલ્દી પૂર્ણ કરવામાં નહિ આવે તો ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપશે…