એક સાથે અલગ અલગ જગ્યાએ રેડ કરી પ્રોહી. ના 9 ગુન્હા દાખલ કરતી કલ્યાણપુર પોલીસ
દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતેષ પાંડેય સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારની અંગેની પ્રવુતી નેસ્તનાબુદ કરવા તેમજ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવુતી આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે અલગ અલગ જગ્યાએ રેડ કરી દેશી દારૂ કુલ લી. 21 કિ. રૂપિયા 4200/- તથા ભારતીય બનાવટન ઇંગ્લીશ દારૂ કુલ બોટલ નં-82 કિંમત રૂપિયા 42640/- મળી કુલ મુદામાલ રૂપિયા 46940/- ના મુદામાલ સાથે ઝડપી અલગ-અલગ કલમો થી ગુન્હા રજીસ્ટર કરી 8 આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી કલ્યાણપુર પોલીસ.