ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક
પત્રકાર એકતા પરિસદ ગૂજરાત સંગઠનમા ભાવનગર જિલ્લા અધિવેશનમાં ગુજરાત અધ્યક્ષશ્રી લાભુભાઈ કત્રોડિયા તેમજ ભાવનગર જિલ્લાના પ્રમૂખશ્રી મિલનભાઈ કુવાડિયાના અઘ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સમિતિના મહામંત્રી તરીકે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તરીકે મહિપતસિંહ જાડેજા ની બીજી ટર્મમા બિનહરીફ નિમણુંક કરવામાં આવી. તેમજ સંગઠનમાં કામ કરવા જવાબદારી સોંપવામાં આવી તેમજ જિલ્લા અને તાલુકાઓમાં સંગઠનનો વ્યાપ વધે અને વધુ પત્રકારો આ સંગઠન સાથે જોડાઈને સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ પત્રકાર એકતા સંગઠનના માઘ્યમથી થતા કાર્યકમોને સફળ બનાવવા બહોળી પ્રસિધ્ધિ આપવા તેમજ નાના પત્રકારોના માર્ગદર્શક બની પત્રકાર પરિવારના સુખ દુઃખના સાથી બનવા તેમજ સંગઠનની મીટીંગમાં શિસ્તબદ્ધ હાજર રહી શિસ્તબદ્ધ સંગઠન બનાવવા કાર્ય કરતા રહો તેવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અહેવાલ કનુભાઈ ખાચર