*ગોંડલ તાલુકાના દેરડી ગામમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી*
વાલીઓને આંગણવાડીની પ્રવૃત્તિઓ વિશે વિશિષ્ટ માહિતીથી અવગત કરાયા
રાજકોટ તા.૧૩ સપ્ટેમ્બર- ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ દ્વારા તા ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગોંડલ ઘટક-૧ના દેરડી સેજામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. દેરડી ગામમાં બાળકોના વાલીને આંગણવાડીમાં થતી પ્રવૃત્તિઓ વિશે સમજ આપી,આંગણવાડીમાં કરાવવામાં આવતી થીમ મુજબની પ્રવૃત્તિઓ જેવી કે,રમત ગમત ભાગ ૧/૨, મારી ચિત્રપોથી, મારી વિકાસયાત્રા, જ્ઞાનપુંજ કીટ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આંગણવાડી દ્વારા વર્ષ દરમ્યાન કરાવવામાં આવતી ૧૭ થીમ ટી.એલ.એમ., ડિજિટલ કેલેન્ડર, ઉંબરે આંગણવાડી વિશે વાલીઓને સમજ આપવામાં આવી હતી. મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની સપ્ટેમ્બર માસ દરમિયાન ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન વાળા, મુખ્ય સેવિકા નયનાબહેન સિંહાર, પ્રી-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ધવલભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા..