Wednesday, April 23, 2025

મોરબી: બે ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: બે ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દોઢ વર્ષ પહેલાં બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરાવ બે મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્ટાફ મોરબી તાલુકા નાગડાવાસ ગામના પાટીયા પાસે આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપર પાસેથી ચોરી થયેલ હોવાનું જણાતા, અને આ બાબતે મોરબી તાલુકા પો.સ્ટે. માં મો.સા. ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ તેની પાસેથી બીજુ એક મોટરસાયકલ હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા જે મોટરસાયકલ પણ તેણે દોઢેક વર્ષ પહેલા લાલપર ગામ પાસેથી ચોરી કરેલ તે હોવાનુ જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મો.સા. પૈકીનુ એક મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ બીજુ મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ વિવેકદાન અમીરદાન બારહટ ઉવ-૨૪ રહે.વીરવીદરકા તા. માળીયા (મી) વાળાને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Related Articles

Total Website visit

1,502,232

TRENDING NOW