Wednesday, April 30, 2025

મોરબી – હળવદ હાઈવે રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી – હળવદ હાઈવે રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

મોરબી: મોરબી – હળવદ હાઇવે નેક્સીઓન કારખાનાથી આગળ ઘુટુ ગામ તરફ જતા રોડ ઉપર ટ્રકે બાઈકને હડફેટે લેતા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા રમેશભાઇ કાનાભાઈ સીણોજીયા (ઉ.વ.૪૫) એ આરોપી ટ્રક ટેન્કર નંબર -જીજે-૦૬-વાય-૬૪૯૨ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો અજય તથા તેનો મિત્ર અક્ષયકુમાર બન્ને અક્ષયુકુમારનુ મોટરસાઇકલ હીરો સ્પલેન્ડ રજી નં-GJ-36 -AG-6349 વાળુ લઇને જતા હતા તે દરમ્યાન મોરબી-હળવદ હાઇ-વે રોડ નેક્સીઓન કારખાનાથી આગળ ઘુટુ ગામ તરફ જતા રોડ પર પહોચેલ ત્યારે એક ટેન્કર ટ્રક વાહન રજી નંબર- GJ-06-Y-6492 વાહનવાળાના ડ્રાઇવરે પોતાના હવાલાવાળુ ટેન્કર ટ્રક વાહન ફુલ સ્પીડમા અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી પાછળથી મોટરસાઇકલને હડફેટે લેતા ફરીયાદીના દિકરો અજય તથા અક્ષયકુમાર રોડ પર પડી જતા જેમા અજયના માથા પર આ ટ્રકના ટાયરનો જોટો ફરી જતા માથાના ભાગે ગંભીર ઇજા કરી સ્થળ ઉપર મોત નિપજાવી પોતાના હવાલાવાળા ટ્રક ટેન્કર અકસ્માતવાળી જગ્યાએ ટ્રક ટેન્કર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,556

TRENDING NOW