હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા 50 વર્ષે આધેડ સાયકલ ચલાવી જઈ રહ્યા હોય ત્યારે નદીના પૂરમાં તણાઈ જતા આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ઝાપડા ઉ.વ.૫૦વાળા સાંજના સમયે પોતાની સાયકલ ચલાવી જતા બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં રમતુભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.