દ્વારકા ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આજથી (તા.૨૨-૦૮-૨૦૨૪)થી તા. ૨૭-૦૮-૨૦૨૪ સુધી નીચે જણાવેલ રસ્તાઓ પર ટુ વ્હીલ/ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ હાથીગેટથી શ્રી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક–કીર્તિસ્તંભ-દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મ કુંડથી દ્વારકાધીશ મંદીર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ
દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, કિર્તીસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ ટુ વ્હીલ/ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે, જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર/ નિલકંઠ ચોક/ દ્વારકાધીશ મંદીર તરફ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ઇસ્કોન ગેટથી – ભથાણ ચોક –જોધાભા માણેક ચોક – દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ
ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પીટલ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ/ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.
આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.