Saturday, April 26, 2025

હળવદ તાલુકાના ગોલાસણ ગામે વૃદ્ધ પર ત્રણ શખ્સોનો હુમલો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામ ગૌચર તેમજ ખરાબાની જમીન પર કબજો નહીં કરવાની અરજી કરતા 3 શખ્સો એ વૃદ્ધને માર માર્યો હોય. ત્યારે આ બાબતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા અને હાલ હળવદ હરિદર્શન સોસાયટીમાં રહેતા મનુભાઈ ફતેસિંહ મહેડુ (ઉ.વ‌.૭૧) એ આરોપી દશરથભાઈ ગેલાભાઈ ખાંભડીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા તથા મુકેશભાઈ ગેલાભાઈ ખાંભડીયા રહે. બધા ગોલાસણ ગામ તા. હળવદવાળા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓને ફરીયાદીએ અગાઉ ગૌચર તથા ખરાબાની જમીનમાં કબજો નહીં કરવા અરજી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુ વતી તથા લાકડાના ધોકા વતી માર મારી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,428

TRENDING NOW