મોરબીના ગોકુલ નગર નજીકથી પસાર થતા રીક્ષા ચાલક એ રીક્ષા ઉભી ન રાખતા બે શખ્સોએ પરીક્ષા ચાલક યુવાનને માર માર્યો હોય ત્યારે આ બાબતે રીક્ષા ચાલક યુવાને બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે પોલીસે રિક્ષાચાલકની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ મોરબીના ગોકુલનગરમા બાપા સીતારામ મઢુલી પાસે રહેતા પ્રવિણભાઇ નારણભાઈ કંઝારિયા (ઉ.વ.૩૨) એ આરોપી અર્જુન સલાટ રહે. દલવાડી સર્કલ પાસે ઝુંપડામાં મોરબી તથા સચિન દેગામા રહે. વીસીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની રીક્ષા ઉભી રાખવા બાબતે ઇસારો કરતા ફરીયાદીએ પોતાની રિક્ષા ઉભી ન રાખતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો તેમજ લાકડી વડે મારમારી મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.