મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે આ કામના આરોપીના ઘરની બહાર જાહેરમાં જુગાર રમતા સાત મહિલામે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રેખાબેનના ઘરની બહાર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી સાત મહિલા સરોજબેન ચંદુભાઇ રેવાભાઇ સાંતોલા ઉવ-૪૭, ટીનુબેન મુકેશભાઇ વશરામભાઇ કણસાગરા ઉ.વ-૩૦, કાજલબેન વિપુલભાઇ દીલીપભાઇ કણસાગરા ઉવ-૨૫ રહે. ત્રણે ધરમપુર તા-જી મોરબી તથા દયાબેન કરશનભાઇ ગાંડુભાઇ ઉપસરીયા ઉ.વ.૫૬, દક્ષાબેન હિતેશભાઇ ચંદુભાઇ સનુરા ઉ.વ.૨૮, માયાબેન નિલેશભાઇ છગનભાઇ પંચાસરા ઉ.વ.૨૪, સરોજબેન રાજેશભાઇ ખીમજીભાઇ ઉપસરીયા ઉ.વ.૨૫ રહે-જાંબુડીયા તા.જી. મોરબીવાળીને રોકડ રકમ રૂ. ૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે