૧૦૯ વર્ષ થી જોડિયા નું નિલકંઠ મહાદેવ જી મંદિર માં બીરાજે છે_!
જોડિયા:- ગામમાં ૧૦/૧૫ જેટલા શિવાલય પોતાના નું અસ્તિત્વ ધરાવે છે. જેમાં થી ૪ શિવાલય રાજાશાહી વખત થી ગામ ની પશ્ચિમ વિસ્તાર માં આવેલ ઉંડ નદી કાંઠે જે તે શિવભક્તો દ્વારા સ્થાપિત કરાયા છે જેમાં થી એક નિલકંઠ મહાદેવ જી નું મંદિર ગામના શિવભક્તો માટે આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર મનાય છે. ૧૯૧૫ માં ગામના ભૂદેવ ઓઝા આંબારામે દ્વારા નિલકંઠ મહાદેવ જી ની સ્થાપના અને મંદિર નું નિર્માણ કર્યું હતું.જે નિલકંઠ મહાદેવ જી નું મંદિર ૧૦૯ વર્ષ ના તે પણ પ્રવિત્ર શ્રાવણ માસ દિવસ મંગળ પ્રવેશ કરેલ છે, શ્રવણ માસ નો પ્રથમ સોમવાર હોવા થી મંદિર ના ગર્ભગૃહ માં વિરાજતા નિલકંઠ મહાદેવ જી નુ મંદિર ના પુજારી દ્વારા પ્રથમ પહર માં શ્રૃંગાર સાથે પુજા અર્ચના, આરતી બાદ જોડિયા ના શિવભક્તો ના પ્રવાહ સાથે નિલકંઠ મહાદેવ જી પર જળાભિષેક અને રુુદાભિષેક નો ક્રમ નિરંતર ચાલી રહી છે, રાજાશાહી વખત માં જોડિયા ગામ કિંલા ની અંદર હતું તે સમયે નિલકંઠ મહાદેવ જી મંદિર કિંલાની બહાર પશ્ચિમ વિસ્તાર જે આજ ની તારીખ મંદિર અસ્તિત્વ ધરાવે છે. બે થી ત્રણ વખત મંદિર નું જીણોર્દ્ધાર કરાયું છે _! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૫/૮/૨૪.