હળવદ તાલુકાના ટીકર તથા નવા ઘાંટીલા ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલ ૪૦ વર્ષીય યુવક પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા ઉં.વ. ૪૦ વાળા ટીકર ગામ તથા નવા ઘાંટીલા ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમા ન્હાવા જતા અકસ્માતે કેનાલના પાણીમા પડી જતા ખપુરીયાભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.