વધુ 150 જેટલા સીરામીકના કારખાના બંધ થશે – હરેશ બોપલિયા
હાલ સીરામીક ઉદ્યોગમાં મંદીનો માહોલ ધીમે ધીમે છવાઈ રહ્યો છે. સિરામિક ઉદ્યોગ પર મંદિનું ગ્રહણ ધીમે ધીમે લાગી રહ્યું છે ત્યારે હાલ ઘણા કારખાના તો બંધ છે જ પરંતુ થોડા સમયમાં ૧૫૦ જેટલા વધુ સિરામિક કારખાનાઓ સટ ડાઉન લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તે વચ્ચે સીરામીક ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ સિરામિક ઉદ્યોગની હાલત ની સાચી પરિસ્થિતિ દર્શાવતા એક મેસેજ સંબોધ્યા છે.
વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવતા ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ એકાદ મહિનાની અંદર લગભગ વધુ 150 જેટલાં કારખાનાં શટડાઉન લે એવી શક્યતા સેવાઈ રહી છે. દિવસે દિવસે મોરબીના સિરામિક પ્રોડક્ટની માગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સિરામિક ઉત્પાદકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એની સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે. તો આવો… જાણીએ ભારતમાં સિરામિકના હબ એવા મોરબી સિરામિક ઉદ્યોગનો ઈતિહાસ અને હાલ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે… ચીન પછીનો અગ્રેસર કહેવાતો મોરબીનો સિરામિક ઉદ્યોગ.
ભારતમાં સિરામિકનું હબ એટલે મોરબી મોરબીને આજની તારીખે ભારતમાં સિરામિકનું હબ ગણવામાં આવે છે. જોકે સિરામિક ટાઇલ્સના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1991-92માં સૌપ્રથમ એસ્ટ્રોન અને અમૂલ નામનાં બે સિરામિકનાં કારખાનાં શરૂ થયાં હતાં અને ત્યાર બાદ ક્રમશઃ મોરબીની આસપાસમાં સિરામિકનાં નવાં કારખાનાં આવવા લાગ્યાં હતાં અને વર્ષ 1994માં વધુ ત્રણ કારખાનાં અને ત્યાર બાદ વર્ષ 1996માં એકસાથે 15થી વધુ નવાં કારખાનાંમાં સિરામિકનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે એમાં સૌપ્રથમ ટનલ ટેક્નોલોજી મારફત વોલ ટાઇલ્સ બનાવવામાં આવતી હતી. જોકે દરેક ઉદ્યોગમાં ક્રમશઃ ટેકનોલોજીમાં ફેરફાર અને સુધારા આવતા હોય છે એવી જ રીતે વર્ષ 1998-99માં રોલર હાર્થ કલીન ટેક્નોલોજી આવી હતી અને એના પ્રથમ ચાર કારખાનાં આવ્યાં હતાં, જેમાં ડેકો, સનહિલ, વૃંદાવન અને રામકો સિરામિકનો સમાવેશ થાય છે.
150 જેટલાં કારખાનાં બંધ થવાની આરે : જોકે ત્યારે નવી ટેક્નોલોજી સાથેના વર્ષ 1992થી 99 સુધીના સમયગાળામાં ત્રણથી પાંચ કરોડના ખર્ચે સિરામિક કારખાનાં શરૂ થઈ જતાં હતાં, પરંતુ આજની તારીખે અદ્યતન ટેક્નોલોજી અને મોંઘવારી સહિતનાં પરિબળોને કારણે સિરામિકનું એક કારખાનું લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરે ત્યારે કાર્યરત થઈ શકે છે. આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1000 જેટલા સિરામિકનાં કારખાનાં આવેલાં છે. એમાંથી 200 જેટલાં સિરામિકનાં કારખાનાંના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં જે મંદી અને મોંઘવારીનો માહોલ છે એની વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્કેલ બની ગયું છે. બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટા ભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે, જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાંની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.
હરેશભાઈ બોપલિયાએ કહ્યું કે,150 જેટલાં કારખાનાં બંધ થવાની આરે
જોકે ત્યારે નવી ટેક્નોલોજી સાથેના વર્ષ 1992થી 99 સુધીના સમયગાળામાં ત્રણથી પાંચ કરોડના ખર્ચે સિરામિક કારખાનાં શરૂ થઈ જતાં હતાં, પરંતુ આજની તારીખે અદ્યતન ટેક્નોલોજી અને મોંઘવારી સહિતનાં પરિબળોને કારણે સિરામિકનું એક કારખાનું લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરે ત્યારે કાર્યરત થઈ શકે છે. આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1000 જેટલા સિરામિકનાં કારખાનાં આવેલાં છે. એમાંથી 200 જેટલાં સિરામિકનાં કારખાનાંના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં જે મંદી અને મોંઘવારીનો માહોલ છે એની વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્કેલ બની ગયું છે. બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટા ભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે, જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાંની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.