મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક શિવમ હાઇટ્સમા કામ કરતા જયકુમાર રાધેલાલ યાદવ (ઉ.વ.૩૯) રહે. મીલન પાર્ક મહેન્દ્રનગર વાળા ના માથા પર ઇંટ પડતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ મોરબીમાં લઈ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીકળ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માત મૃત્યુનોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.