મોરબી શહેરની સફાઇની દૃષ્ટિએ અત્યંત ખરાબ હાલત ને ધ્યાને લઇ સફાઈ વેરો અને પાણી વેરો માફ કરવા જાગૃત નાગરિકની રજૂઆત.
મોરબી શહેર ની હાલત નગરપાલિકાના પ્રતાપે દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે. ત્યારે દિવસે ને દિવસે શહેરમાં ગંદકી ફેલાય રહી છે જેને લઈ ને રોગચાળો ફેલાવવા નો ભય પણ રહેતો હોય છે. ત્યારે બીજી તરફ સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં પાણીના પ્રશ્નો પણ વિકટ બનતા હોય છે. અવાર નવાર આ બાબતે લોકો દ્વારા નગરપાલિકા ને રજૂઆત પણ કરવામાં આવતી હોય છે પરંતુ આજદિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ ની ધ્યાને લઈ ને જાગૃત નાગરિક વિશાળ પ્રદીપભાઈ સેજપાલ એ મોરબી જિલ્લા કલેકટર જોગ ઇમેઇલ લખો પાણી વેરો અને સફાઈ વેરો માફ કરવા માટેની રજૂઆત કરી છે. કારણ કે શહેરમાં ક્યાંય સફાઈ તો થઈ રહી છે નહિ…
ત્યારે ઈમેઈલ માં તેમને જણાવ્યું હતું કે, મારું નામ વિશાલ છે હું મોરબી ની ચિચાં કંદોઈ સેરી માં રહું છું અને મારી મોબાઈલ રીપેરીંગ નો વ્યવસાય કરી મારું ગુજરાન ચલાઉ છું હાલ ઘણા વર્સો થી મોરબી જાહેર જનતા ના સામાન્ય પ્રશ્નો પણ નગર પાલિકા ના જવાબદાર અધિકારી ઓ ઉકેલી સકતા ના હોય અને મારી વિસ્તાર ના લગભગ જગ્યા એ ગટર ઉભરાવા ની કચરા ની પાણી નો આવા ની અને ચોમાસા માં ગટર ના પાણી દુકાન અને મકાન ની અંદર આવાની સમસ્યા નોર્મલ થઈ ગય છે અને આ વિષય ઉપર મોરબી નગર પાલિકા માં જાહેર જનતા અને સામાજિક કાર્યકરો દવારા જાહેર માં વિડિયો બનાવી ને કલેકટર ચીફ ઓફિસર અને મોરબી ના ધારા સભ્ય ને પણ આ વિષય ઉપર ઘણી રજૂઆતો કરી હોય તેમ છતાં પણ મોરબી ના તમામ નાગરિકો રોડ રસ્તા ની સમસ્યા ગટર ના પાણી સમસ્યા કચરો ગંદગી અને ગટર ના પાણી ની સમસ્યા થી મોરબી હજું પણ પીડાતી હોવાથી આપ સાહેબ ને હું એક જાગૃત નાગરિક તરીકે આપ શ્રી ને વિનતી કરું છું કે નગર પાલિકા પોતાની જવાબદારી માં નિષ્ફળ નીવડી હોય તેમ છતાં પણ નગર પાલિકા ના તમામ અધિકારી અને કર્મચારી ના પગાર સમય સર મલી જતાં હોય અને જવાબદાર અધિકારી કર્મચારી ઉપર કલકટર શ્રી આપ સાહેબ પગલાં લો હું આં અરજી જા માધ્યમ થી આપ સાહેબ ને કહવા માગું છું કે સાહેબ મોરબી માં આપ સાહેબ કાયમી ચીફ ઓફિસર મૂકો અને મોરબી માં સફાઈ ના નામે જે મોરબી જનો પાસે થી જે વેરા ઉઘરાવાય છે અને તેમ છતાં પણ મોરબી ના પ્રજા જનો ને ગંદકી અને રોડ રસ્તા ની મુશ્કેલી નો સામનો કરવો પડે તેમાં માત્ર ને માત્ર નગર પાલિકા અને તેના અધિકારી અને કર્મચારી જવાબદાર છે અને તેમ છતાં પણ તંત્ર આં વિષય ઉપર મોન રહે છે માટે મારી એક મોરબી ના જાગૃત નાગરિક તરીકે આપ શ્રી ને વિનતી કે મોરબી નગર પાલિકા ના ઘણા વર્સો થીં પ્રજાજનો ના પ્રશ્નો નો નિરાકરણ નો કરી શકતી હોય તો પણ દર વરસે વેરો ભરતી હોય માટે આં વરસે મોરબી નગર પાલિકા ની ધોર બેદરકારી ન હિસાબે મારા મોરબી જનો નો પાણી વેરો અને સફાઈ વરો માફ કરવા માં આવે એવી આપ સાહેબ ને હું વિનતી કરું છું.