જોડિયા માં વિકાસ કામો ની ગેરંટી સરકારી તંત્ર આપતું નથી_!
જોડિયા:- દર ચોમાસા દરમ્યાન ગામના ચારચોક અને બસસ્ટેન્ડ સુધી નો જાહેર રસ્તા માં વરસાદી પાણી ફરી વળે છે. વરસાદી પાણી ના નિકાસી હેતુ પંચાયત તંત્ર દ્વારા બે વર્ષ પહેલાં ૭ લાખ ના ખરચે સહકારી બેંક પાસે થી જુના પોસ્ટ કચેરી સુધી ભુગર્ભ ગટર ની પાઈપલાઈન નાખવા માં આવી હતી. બે થી ત્રણ કુંડી નું પણ નિર્માણ થયેલ. પંચાયત તંત્ર દ્વારા કુંડીઔ નું સાફ સફાઇ ના અભાવે જામ થવા ને કારણે પાણી નિકાસી અવરોધ બનવા થી રસ્તા વરસાદી પાણી ની સમસ્યા જસ ની તસ રહેતા રાહગિરો / વાહનો માટે મુશ્કેલી વેઠવી રહયા છે, આ સમગ્ર બાબત ભાજપા નું સુત્ર ” સબકા સાથ, સબકા વિકાસ ” જયાં સુધી ભ્રષ્ટ તંત્ર ના પ્રભાવ રહશે સરકાર પાસે વિકાસ/ વિશ્વાસ ની અપેક્ષા પ્રજા માટે પ્રચાર ભ્રામક જેવું છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા.