ચાલો મોરબી.. ચાલો મોરબી..
આઇશ્રી સોનલમાઁ મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી
આગામી તારીખ 15/07/2024 ને સોમવારના રોજ અષાઢ સુદ નોમ ને આઇશ્રી સોનલ માઁ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને જ્યારે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આઇશ્રી સોનલ માઁ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ સૌ ચારણ બંધુઓ ભેગા મળી ભાવભેર ઉજવશે..
આ તકે સવારે 8:30 કલાકે થી હવન અને ધ્વજારોહણ.. બપોરે મહાપ્રસાદ.. સાંજે મહાઆરતી તથા રાત્રે 10:00 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરતદાન ગઢવી (ગીર), યોગેશદાન ગઢવી (કચ્છ) તથા હરેશદાન ગઢવી (કચ્છ) જેવા નામાંકીત કલાકારો પોતાની પવિત્ર વાણી દ્વારા આઈ આરાધના આરાધના કરશે.
તો સૌ ધર્મપ્રેમી જનતા ને હવનના દર્શન કરવા તથા સાંજે સંતવાણી સાંભળવા આથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે…
સૌને જય માઁ સોનલ..