ભડીયાદ ગામની સીમમાં સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની પાછળ આવેલ ઓકળાના ઉંડા પાણીમાં અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો કોઇ કારણસર અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જવાના કારણે અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.