જગન્નાથજીની રથયાત્રા અને મહોરમ પર્વને લઈને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને મહોરમ પર્વ શાંતિથી ઉજવાય અને ભક્તજનો દર્શનનો લાભ વ્યવસ્થિત રીતે લઈ શકે એ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી ડિવિઝન પીઆઈ એચ.એ જાડેજા દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને રથયાત્રા ના આયોજકોને બોલાવી મીટીંગ યોજી હતી. અષાઢીબીજના દિવસે કાઢવામાં આવતી પરંપરાગત મચ્છુ માતાજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ એ માટે શાંતિ સમિતિની મીટીંગ યોજી હતી. જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આયોજકોને કોઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું હતું. તેમજ આયોજકોને રથયાત્રા દરમિયાન આયોજકોને સ્વયંસેવકો માટે ડ્રેસ કોડ રાખવા અપીલ કરવામાં આવી હતી.