Wednesday, April 23, 2025

હળવદ તાલુકાના રાયસંગપર ગામે ચક્કર આવી જતા ખાડામાં પડી જતા ખેત શ્રમિક નું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં નદીના કાંઠે ચાલીને આવી રહેલ ખેતશ્રમિકને અચાનક ચક્કર આવતા રસ્તાની બાજુમાં આવેલ પાણીથી ભરેલ ખાડામાં ઉંધા પડતા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજતા પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.

અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે અમૃતભાઈ હમીરભાઈ ચૌહાણની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપર જીલ્લાના હમીરપુરા ગામના રહેવાસી પરેશભાઇ શંભુભાઇ નાયક ઉવ-૨૮ ગત તા.૦૪/૦૭ ના રોજ રાયસંગપર ગામ પાછળ નદીના કાઠે આવેલ સીમના રસ્તા ઉપર ચાલીને જતા હોય ત્યારે પરેશભાઇને અચાનક ચક્કર આવી જતા રસ્તાની બાજુમા આવેલ પાણી ભરેલ ખાડામા ઉધા પડતા ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બાદ મૃતક પરેશભાઈના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં પોલીસે મૃત્યુના બનાવની અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,232

TRENDING NOW