શ્રી ઝાડિયાણા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તેજસ્વી બાળકો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
નવીન પ્રવેશ લેતા બાલવાટિકના બાળકોને દફ્તર કીટ તથા ગત વર્ષમાં ધોરણ 2 થી 8 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓ અને CET, NMMS, જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર બાળકોને સન્માન કીટ શાળાના શિક્ષક ભગવતદાન ગઢવી તરફથી આપવામાં આવી જ્યારે બાલવાટિકાના બાળકોને પાટી, પેન, દેશીઆંક કીટ દશરથભાઈ બાંભા દ્વારા આપવામાં આવી. આ પ્રસંગે શાળાના તમામ બાળકોને પ્રીતિભોજન એસ.એમ સી. અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું. આ તબક્કે શાળાને વર્ષ દરમિયાન ઉપયોગી થતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ પરમાર સાહેબ, મદદની ખેતી નિયામક સુરેન્દ્રનગર એલ. એ. ઠાકોર સાહેબ, આદરીયાણા ક્લસ્ટરના સી.આર.સી.કો. શ્રી રમેશભાઈ રાઠોડ, ઝાડીયાણા સરપંચ શ્રી પ્રવીણભાઈ ગોહિલ એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ આંગણવાડી સુપરવાઇઝર પૂજાબેન પ્રજાપતિ સહિત વાલીઓ અને ગ્રામજનો મોટી શાખામાં ઉપસ્થિત રહ્યા હતા.. શાબ્દિક સ્વાગત પ્રવચન શાળાના આચાર્યશ્રી નનુભાઈ ડોડીયા દ્વારા થયું, આભારદર્શન ભગવતદાન ગઢવીએ કર્યું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સ રાઠોડ અને તન્વી રાઠોડ એ કર્યું.