મૂળ રાજસ્થાનના વતની અને હાલ માળીયા હળવદ હાઇવે પર આવેલ હોટલમાં રહેતા યુવાને હોટલના સ્ટાફ રૂમમાં ગળેફાંસ ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કેશવલાલ હેરાજી મીણા ઉ.વ.૩૯ રહે હાલ ભૈરુનાથ હોટલના સ્ટાફ રુમમા માળીયા-હળવદ મુળ રહે. ઢાકાવાડા તાલુકો-સરડા જિલ્લો-સંમ્બુલર (રાજ્સ્થાન) વાળા ગત તા. ૧૭- ૦૬-૨૦૨૪ના રોજ કોઇ કારણસર ભૈરુનાથ હોટલના સ્ટાફ રુમમા ગળે ફાસો ખાઇ લેતા કેશવલાલ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.