Tuesday, April 22, 2025

પાનની દુકાન ચલાવતા યુવકને શનાળા ગામે બોલાવી ૫૦ હજારની ઉઘરાણી કરી માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ રહેતા અને પાન માવાની દુકાન ચલાવતા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૮) એ આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા રહે. બંને શનાળા ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૧૬-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે દશેક વાગ્યાના અરસામાં મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાસે આરોપી ઘનશ્યામસિંહે ફરીયાદીને ફોન કરી બોલાવી રૂપિયા પચ્ચાસ હજાર આપવાનું કહી બોલાચાલી કરી હાથમાં રહેલ ધોકા વડે ફરીયાદીને માર મારતાં હોય ત્યારે આરોપી દિગ્વીજયસિંહ આવી આરોપી ઘનશ્યામસિંહનુ ઉપરાણું લઈ તેને પણ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અને જો પચ્ચાસ હજાર રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW