Thursday, April 24, 2025

મોરબીના ટંકારા શહેર ખાતે PGVCL કર્મચારી પર હુમલો

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ જીલ્લાના બેડી ગામે રહેતા પીજીવીસીએલમા આસી-હેલ્પર તરીકે ફરજ બજાવતા મિથુનભાઈ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૯) એ આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી રહે. ટંકારા તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૬-૨૦૨૪ ના રોજ બપોરના સમયે ફરીયાદી PGVCL (આસી-હેલ્પર) પોતાની રાજ્ય સેવક તરીકે ટંકારાની સરકારી હોસ્પિટલ પાછળ આવેલ સીટી ફિડર પાસે પોતાની ફરજ પર હતા દરમ્યાન આ કામના આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી તથા એક અજાણ્યો માણસ મોટરસાયકલ લઈ આવી ફરીયાદીને કહેવા લાગેલ કે કેમ લાઈટ જતી રહે છે અને કાયમી હેરાનગતી હોય છે તેમ કહેતા ફરીયાદીએ આરોપીઓને કહેલ કે ફ્યુઝ બદલાવી નાખેલ છે તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા બંન્ને આરોપીઓએ ફરીયાદીને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારી તથા આરોપી અજાણ્યા માણસે ત્યા પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરીયાદીના વાસાના ભાગે મારી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી બંન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદિની રાજ્યસેવક તરીકેની ફરજમા અડચણ કરી હતી જેથી ભોગ બનનાર મિથુનભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૩૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩(૧)((આર),(એસ),૩(૨)(૫-એ) તથા જીપી એક્ટ કલમ -૩૭(૧),૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW