તારીખ 9 જૂનના રોજ આતંકીઓ દ્વારા વેષ્ણોદેવી કટરાથી શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓની બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ ઉંડી ખીણમાં ખાબકતાં 10થી વધારે હિન્દુ યાત્રાળુના મોત થયા હતા. તેમજ અનેક યાત્રાળુઓ ઘાયલ થયા હતા.
ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે. આ હુમલા અંગે આજ રોજ 12 જૂન ને બુધવારના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે બાદ મહારાણા પ્રતાપ સર્કલ પાસે આતંકવાદીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.