Saturday, April 19, 2025

હળવદ હાઇવે પર ગફલત ભરી રીતે કાર ચલાવતા અજાણ્યા વાહન સાથે અથડાતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ હાઈવે પર માણબા ગામના પાટીયાથી આગળ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે કાર ભટકાતાં યુવકનુ મોત નિપજ્યું હતું તેમજ કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે રહેતા જીયાઉલમુસ્તુફા અયુબઅલી સૈયદ (ઉ.વ.૩૧) એ આરોપી હુંડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ-૧૦ રજીસ્ટર નંબર -જીજે-૦૬-પીકે-૫૮૫૦ ના ચાલક તનવીરમીયા હસનઅલી સૈયદ રહે. કણભા ગામ તા . કરજણ જી. વડોદરાવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૬-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળી હુંડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ ટેન રજીસ્ટર -નં જીજે- ૦૬- પીકે- ૫૮૫૦ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય એ રીતે ચલાવી ઓવર ટેક કરાવા જતા આગળ જતા કોઈ અજાણ્યા મોટા વાહન સાથે ગાડી ભટકાડી દેતા આગળની ખાલી સાઈડની સીટમા બેઠેલ ગુલામમહોમદ સમદાની ઈસ્માઈલ મીયા સૈયદ ઉં.વ.૩૦ નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજ્યું હતું તેમજ આરોપી પોતાને પણ મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે જીયાઉલમુસ્તુફાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ),૩૩૭ એમવી એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW