હોમગાર્ડઝ સભ્ય સ્વ.શ્રી હરેશભાઈ વાલજીભાઈ રંગાડિયાનું અવસાન થતાં હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૧,૫૫,૦૦૦ની અવસાન સહાય મંજૂર કરી અર્પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના હળવદ યુનિટ ખાતે ફરજ બજાવતા અને હળવદના રહેવાસી હરેશભાઈ વાલજીભાઈ રંગાડીયાનું ૦૬/૦૧/૨૦૨૪ના રોજ અવસાન થતાં મે. ડાયરેક્ટર જનરલશ્રી, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૧,૫૫,૦૦૦ ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજૂર કરવામાં આવી હતી.
આ સહાય અન્વયે તેમના પત્ની ગં. સ્વ.શ્રી હંસાબેન હરેશભાઈ રંગાડીયાના નામનો ચેક મોરબી જિલ્લા કમાન્ડન્ટશ્રી ડી.બી. પટેલ દ્વારા સ્વ.શ્રી હરેશભાઈના પુત્રને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય અર્પણ વેળાએ હળવદ યુનિટ ઇન્ચાર્જશ્રી જે.વી. ચાવડા અને મોરબી યુનિટ ઇન્ચાર્જશ્રી જે.એન. વાઘેલા, કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝના સભ્યો હાજર રહ્યા હતા.