Saturday, April 19, 2025

જન્મદિવસ નિમિતે શિવાજી નામના બાળકે મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા માટે આપ્યુ દાન

Advertisement
Advertisement
Advertisement

જન્મદિવસ નિમિતે શિવાજી નામના બાળકે મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા માટે આપ્યુ દાન

મોરબી: આજના યુગમાં સારા કાર્યોથી અનેક લોકોને પ્રેરણા મળતી રહે છે. જેના થકી અન્ય લોકો પણ પ્રેરાઇ સારા કાર્યોમાં સહભાગી થાય છે. ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ક્રાંતિકારી સેના દ્વારા આપણા વીર શહિદો જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેમના ક્રાંતિકારી વિચારો લોકો સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે નાના બાળકોમાં પણ ક્રાંતિકારીઓને લઈને અલગ ભાવ અને દેશ પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે.

ત્યારે થોડા દિવસો અગાઉ મોરબી રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ)ની બાજુમાં મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવાની ક્રાંતિકારી સેના તથા રવાપર ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના જન્મદિવસ નિમિતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા માટે રૂ.11,111નું અનુદાન આપ્યું છે. ત્યારે શિવાજીને જન્મદિવસની શુભેચ્છા સાથે કાર્યને સહુ કોઈ બિરદાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,068

TRENDING NOW