Tuesday, April 22, 2025

માળીયા મીયાણાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડતી મોરબી એલસીબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળિયા મીયાણાના એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ પરથી ઇંગ્લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ-૨પ૨ બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૧૩,૯૫, ૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા મિ. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW