Tuesday, April 22, 2025

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રોકડ તથા દાગીના મળી કુલ 1.85 લાખ ના મુદ્દામાને ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે યુવક તથા સાહેદના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના નાના મોટા દાગીના તથા રોકડ સહિત ૧,૮૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા પ્રકાશભાઇ મહેશભાઈ સોલંકી (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના કોઈપણ વખતે ફરીયાદીના તથા સાહેદના રહેણાક મકાનના રૂમની બારી શેરીમા પડતી હોય જે બારીના સળીયા તોડી રાત્રીના દરમ્યાન રૂમમા પ્રવેશ કરી રૂમમા રહેલ વસ્તુ વેરવિખેર કરી કબાટમા રહેલ ફરીયાદીના સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧,૩૨,૫૦૦/- ની તથા સોમાભાઇના ઘરમાંથી સોના ચાદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૫૨,૫૦૦/- મળી કુલ રૂ.-૧,૮૫,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર પ્રકાશભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW