Wednesday, April 23, 2025

હળવદના ઘનશ્યામગઢ ગામે ઠપકો આપવા ગયેલ માતા – પુત્રીની મહિલા સહિત ત્રણ શખ્સોએ છેડતી કરી હુમલો કર્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામે પુત્રને ધમકાવતા ઇસમોને સમજાવવા ગયેલ માતા પુત્રી સાથે મહિલા સહિત ત્રણ ઈસમો એ છેડતી કરી ઝપઝપો બોલાવી હતી. આ મામલે હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતી મહિલાએ આરોપી જ્યોતીષભાઈ પોપટભાઈ ગોપાણી તથા શંકરભાઈ પોપટભાઈ ગોપાણી અને જ્યોતિષભાઈના પત્ની રહે ત્રણે ઘનશ્યામગઢ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના સુમારે ફરીયાદીના દિકરા ઋત્વીકને આરોપી જ્યોતિષભાઈએ પોતાના ઘર પાસેથી રીક્ષા લઇ નીકળતો નહી નહીતો જીવતો મારી નાખીશ તેવી ધમકી આપતા ફરીયાદીએ આરોપી જ્યોતિષભાઈને મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો ? તેવો ઠપકો આપતા આરોપી જ્યોતિષભાઈ ઉશ્કેરાઇ જઇ લાઇટના કેબલ વડે ફરીયાદીને જમણી બાજુ પેટના ભાગે તથા માથાના ભાગે માર મારી તથા આરોપી શંકરભાઈએ લાકડી વડે ફરીયાદીના સાથળના ભાગે માર મારી મુંઢ ઇજા કરી તથા આરોપી જ્યોતિષભાઈની પત્નીએ ફરીયાદીની દિકરીને પકડી રાખી ઝપાઝપી કરી ફરીયાદીના બ્લાઉઝના બન્ને બાય તથા ફરીયાદીની દિકરીએ પહેરેલ ડ્રેસની બાય ફાડી નાખી છેડતી કરી હતી. જેથી ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૬(૨), ૩૫૪(બી),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW