Tuesday, April 22, 2025

મોરબી માં લોકશાહી છે કે ઠોકશાહી? ગેરકાયદેસર બાંધકામ નેં પ્રોત્સાહન આપતો રાજકીય આકા કોણ છે જેને જવાબદાર પ્રશાસન ને બાન માં રાખ્યું છે?

Advertisement
Advertisement
Advertisement

મોરબી માં લોકશાહી છે કે ઠોકશાહી? ગેરકાયદેસર બાંધકામ નેં પ્રોત્સાહન આપતો રાજકીય આકા કોણ છે જેને જવાબદાર પ્રશાસન ને બાન માં રાખ્યું છે?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રમાણિક અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની વાત કરે છે મન કી બાત માં લોકો નેં ભ્રસ્ટાચાર વિરુદ્ધ નાં અભિયાનમાં જોડાવા હાકલ કરી છે અને લોખો લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વાત સ્વીકારીને તેમના સમર્થકો અને સ્વયંસેવક બન્યા છે ત્યારે મોરબીમાં તેમની જ પાર્ટીના એક બે નેતાઓ વડાપ્રધાનની આ વાતને નજર અંદાજ કરી દઈને બેફામપણે ગેરરીતિ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવી થઇ રહેલી લોકચર્ચા માં સો મણ નો સવાલ પુછી રહ્યા છે.બિનઅધિકૃત બાંધકામો નેં પ્રોત્સાહન આપીને મોરબીની ડિઝાઇન કોને બગાડી છે?તેવો સવાલ હાલ મોરબીમાં લોકો માં પુછાઇ રહ્યો છે. ત્યારે જો આવા રાજકીય આકાઓના મળતીયા હોય તો તેને ગમે તેટલું ખોટું કર્યું હોય તો પણ આ સ્થાનિક પ્રસાશન તેમની નોકરીને જોખમમાં મૂકીને પણ ખોટા રિપોર્ટ તૈયાર કરે છે અને આવા એક નહીં પણ બે ચાર રિપોર્ટ ના પુરાવા જાગૃત નાગરિકો પાસે પડ્યા છે. ત્યારે હાલ બીન અધિકૃત બાંધકામ બાબતે આલાપ વિસ્તારમાં થી અને રવાપર ગામ નાં કેટલાક નાગરિકોએ સતત પ્રસાશનને રજૂઆત કરી રહ્યા છે. પણ આજ દિન સુધી એક પણ કર્મચારી કે અધિકારી સ્થળ ઉપર ગયો નથી અને આ બિનઅધિકૃત બાંધકામ રોક્યું નથી. ત્યારે લોકશાહી ની વ્યાખ્યા જોવા નો સમય આવી ગયો છે. લોકશાહી તેને કહેવાય છે કે લોકો વડે, લોકો માટે અને લોકોથી ચાલતી સરકાર એટલે લોકશાહી પણ મોરબીમાં તો આવું કંઈ છે જ નહીં એટલે લોકો કટાક્ષમાં બોલી રહ્યા છે કે મોરબીમાં લોકશાહી છે કે ઠોકશાહી? આવો સો મણ સવાલ પૂછી રહ્યા છે. વધુ માહિતી મુજબ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલ ખાતામાં બીનખેતીમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય તે મિટાવવા માટે ઓનલાઇન બીનખેતી અને ઓનલાઇન લેઆઉટ પ્લાન ની સિસ્ટમ અમલમાં મુકી છે. જેમાં કોઈપણ સરકારી વિભાગની એનઓસી લેવાની પ્રથા હતી તે દૂર કરી દેવામાં આવી છે પણ બિનખેતી કરાવતો નાગરિક બિનખેતી અને લેઆઉટ પ્લાન ની મંજુરી માટે સોગંદનામાં સાથે વિગતો પુરી કરવાની હોય છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમા બીનખેતી નું પ્રકરણ હોય તો મહેસુલ વિભાગના એક પરિપત્ર મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે ઓછામાં ઓછો ૧૨ મીટરનો રોડ જે તે બિનખેતીના પ્રકરણ માં મૂકવો અને તે અંગે લેઆઉટ પ્લાન નાં સોગંદનામા માં વિગત લખવી.. પરંતુ આવા લેઆઉટ લાન મંજૂર કરવામાં ખોટા સોગંદનામુ રજૂ થયાં છે અને સ્થાનિક પ્રસાશન દ્વારા તેની મંજૂરી પણ આપવામાં આવે છે. જ્યારે બાંધકામ કરવાની તો મંજૂરી લેવામાં આવતી જ નથી અને રેરા કાયદા નું કરપિણ હત્યા કરી નાખવામાં આવી હોય તેમ હાલ ચાલી રહેલા બાંધકામો માં કોઈ એ રેરા ની મંજુરી લીધી નથી. અને પ્રશાસન નો કોઈ અધિકારી કે કર્મચારી આવા બીન અધિકૃત બાંધકામ રોકવા જતા નથી અને જો જાય છે તો કોઈને કોઈ રાજકીય આકાઓ તેમને રોકે છે. પરિણામે આજે મોરબીની ડિઝાઇન બગાડવામાં આવી રહી છે કોઈપણ વિસ્તારમાં નીકળો ત્યાં તમને ટ્રાફિક સમસ્યા જોવા મળે છે અને હજુ આગામી સમયમાં જો મહાનગરપાલિકા અમલમાં આવે અને કાયદેસર કાર્યવાહી નહીં થાય તો આવતા દસ વર્ષ પછી મોરબીનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ટ્રાફિક સમસ્યા ન હોય ત્યારે હવે લોકોએ જાગૃત બનવું પડશે અને લોકોના મતથી ચુંટાતા રાજકીય આકાઓ નેં હવે ઓળખી લેવા જોશે તેવી આજ જાગૃત નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે કારણ કે લોકોની કોઈ પણ રજૂઆત પ્રશાસન સાંભળતું નથી અને આવી કોઈ બીનઅધિકૃત પ્રવૃત્તિઓ રોકવા માટે લોકોને નામદાર હાઇકોર્ટમાં જ ન્યાય માટે દોડવું પડે છે. મોરબીમાં એક નહીં પણ આવા દસ જેટલા બનાવો બન્યા છે. જેમાં એક કેસમાં હાઇકોર્ટના હુકમ મુજબ એપાર્ટમેન્ટ પાડવાનું થાય છે તે ક્યારેય કાયદેસર થતું નથી. તેમ છતાં પણ હાલ આવાં એપાર્ટમેન્ટમાં લોકો રહેવા આવી ગયા છે. જ્યારે કાયદો કાયદાનું કામ કરશે તો આવી મિલ્કતો ખરીદનારા ની શું પરીસ્થીતી ઉભી થઇ શકે છે? તેવું ક્યારેય વિચાર્યું છે? હાલ મોરબી નગરપાલિકામાં ટાઉન પ્લાનર ઓફિસર વર્ગ-૨ તરીકે ગાયકવાડ ફરજ બજાવી રહ્યા છે તેમણે આવી બિનઅધિકૃત બાંધકામોની સ્થળ મુલાકાત લઈને આવા બાંધકામો બંધ કરાવવાના હોય છે પરંતુ હાલ ફરજ બચાવી લે રહેલાં આ ગાયકવાડ છ-છ મહિના સુધી એક થયેલી અરજી ન અરજીની સ્થળ તપાસ કરવા ગયા નથી. તો આ જ અરજી નાં અનુસંધાને શહેર મામલતદાર કચેરીએ અરજી નાં મુદા કોઈ પણ જાત નું સુસંગત નથી તેવુ રોજકામ કર્યું છે. તો તેમણે નોકરી નું જોખમ વહોરીને આવું રોજકામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સાથે સુર માં સુર મીલાવીને ભ્રસ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ની સુચના આપી છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ટૂંક સમયમાં રજૂઆત થવાની છે જેની તૈયારીઓ થઈ ચૂકી છે તેવું જાણવા મળ્યું છે .

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW