Tuesday, April 22, 2025

Alive Granito pvt. Ltd દ્વારા આવતીકાલ થી ત્રણ દિવસ માટે રક્તદાન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી કે જે ઉધોગની સાથે સાથે સેવા અને દાનમાં હંમેશા અગ્રેસર રહેતુ હોય છે અને આવનાર મોરબી શહેરના ઉધોગપતિઓ કે જેને ખરા અર્થમાં શહેરના ભામાશાઓ કહી શકાય કે જેમણે ભારતમાં ભરમાં જ્યારે પણ‌ કોઈ જરૂરિયાત જણાઈ ત્યારે તન મન અને ધનથી વરસીને લોકોની તમામ જરૂરિયાતો પૂરી પાડી છે તદુપરાંત મોરબીના લોકોની રોજબરોજ ની નાનીમોટી સમસ્યાઓ ના સમાધાન માટે પણ હંમેશા કટિબદ્ધ રહે છે
‌‌ત્યારે મોરબીના જ એવા ઔધોગિક એકમો માના‌ એક એવા Alive Granito Pvt Ltd પરીવાર દ્વારા શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરતી સરકારી બ્લ્ડબેંક
ની જરૂરિયાત ને ધ્યાનમા લઈને
તારીખ ૧૨/૦૪/૨૦૨૪ ના રોજ દિવસના ૩ વાગ્યાથી Alive Granito Pvt Ltd, ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, મોરબી ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે ત્યાં માનવસેવા એજ પ્રભુ સેવા કહેવાય છે અને એમાં પણ રક્તદાન ને મહાદાન કહેવામાં આવે છે કારણકે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતુ રક્તદાન અન્ય ૩ લોકોને જીવનદાન પ્રદાન કરે છે ત્યારે Alive Granito Pvt Ltd પરીવાર દ્વારા ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, મોરબી ના આસપાસ ના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપી આ મહાદાન રુપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW