Wednesday, April 23, 2025

ખોટા કેસમાં અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં એક દિવસ પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

ખોટા કેસમાં અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં એક દિવસ પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આજે સમગ્ર દેશભરમાં અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે: ઇસુદાન ગઢવી

તમામ જિલ્લાઓમાં લાખો કાર્યકર્તાઓએ આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ કરીને અરવિંદ કેજરીવાલજીને સમર્થન આપ્યું: ઇસુદાન ગઢવી

ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂરીને એક મોટી ભૂલ કરી છે: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો ભાજપનો મનસૂબો કામયાબ થયો નહિ: ઇસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસો કર્યા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી, સ્વાસ્થ્ય વિભાગમાં ક્રાંતિકારી કામ કરનાર પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનજી અને રાજ્યસભા સાંસદ સંજયસિંહજીને જેલમાં મોકલ્યા હતા. આખરે પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે સંજયસિંહજીને જમાનત આપી હતી. આજે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ભાજપની સામે લડી રહી છે. એક ષડ્યંત્રના ભાગરૂપે કરવામાં આવેલ અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખિલ, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી જયદીપભાઈ ચૌહાણ, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝા, સહિત અને કાર્યકર્તાઓએ પ્રતિક ઉપવાસ રાખ્યા હતા. અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

આ પ્રતિક ઉપવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજીથી ડરીને નરેન્દ્ર મોદી અને ભાજપે ષડયંત્ર રચીને વિચાર્યું હશે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને તોડી નાખીએ, પરંતુ આજે તેમના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે. આજે અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા છે અને સમગ્ર વિશ્વમાં તેમની નોંધ લેવાઇ છે. આજે આમ આદમી પાર્ટીમાં ન હોય તેવા લોકો પણ કેજરીવાલજીને સમર્થન આપી રહ્યા છે. માટે આજે સમગ્ર દેશભરમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગુજરાતના પ્રદેશ કાર્યાલય ખાતે, ભાવનગર અને ભરૂચ લોકસભા ખાતે અને અલગ અલગ જિલ્લાઓમાં પણ લાખો કાર્યકર્તાઓએ આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ કરીને અરવિંદ કેજરીવાલજીને સમર્થન આપ્યું છે.

તારીખ: 07/04/2024

અમે પ્રાર્થના કરી છે કે અરવિંદ કેજરીવાલજી જેલમાં સ્વસ્થ રહે, અમે આજે રામધુન પણ બોલાવી છે. જે રીતે અંગ્રેજો ભગતસિંહ અને મહાત્મા ગાંધીજી જેવા નેતાઓને જેલમાં નાખીને તેમના આંદોલનને કચડવાની કોશિશ કરતા હતા, તે જ રીતે ભાજપે પણ અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને એક મોટી ભૂલ કરી છે. આનો જવાબ દેશની જનતા આપશે. ભરૂચ અને ભાવનગર લોકસભામાં અમે ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લાખો લોકોના ઘરે જઈશું. આ દરમિયાન અમે બે-બે લાખ પત્રિકાઓ ઘરે ઘરે જઈને લોકોને આપીશું. આ તમામ કાર્યક્રમોથી આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને ખૂબ જ ફાયદો થશે. આજે અરવિંદ કેજરીવાલજીને હિંમત મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આજે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW