મસાણિયા ચેકડેમ બાબત
જોડિયા ના ખેડૂતો સાથે ભાજપા નુ વાદા ખિલાફી _! જોડિયા :- તણ વર્ષ પહેલાં જોડિયા તાલુકા. પંચાયત/ જીલ્લા પંચાયત ની ચુંટણી જીતવા માટે ભાજપા ના ઉમેદવાર દ્વારા જોડિયા ના ઉંડ નદી પર રાજાશાહી વખત નો મસાણિયા ચેકડેમ વર્તમાન સમયમાં અત્યંત જર્જરિત થતાં ખેડુતો દ્વારા ચૂંટણી પ્રચાર સમય જર્જરિત મસાણિયા ચેકડેમ નો મુદ્દો ઉમેદવાર સામે ઉઠાવ્યો હતો.અને બે અલગ અલગ પંચાયત ના ઉમેદવારો દ્વારા ખેડૂતો ને આશ્વાસન (વચન) આપ્યું હતું કે ભાજપા સત્તા માં આવશે ત્યારે જોડિયા ના મસાણિયા ચેકડેમ નું પુનઃ નિર્માણ જે ચેકડેમ ના પાળો એવાં બનાવવા આવશે જેથી ચેકડેમ ના પાળો પર ખેતર સુધી ટેંકટર અવર-જવર કરી શકશે. હાલમાં તાલુકા/ જીલ્લા પંચાયત ભાજપા નું શાસન છે છતાં જોડિયા ના મસાણિયા ચેકડેમ પ્રતિ નવું નિર્માણ અથવા સમારકામ બાબત જીલ્લા અને તાલુકા ના ભાજપા નેતાઓ દ્વારા સરકારી તરફ થી જાહેરાત/ અમલીકરણ ન થતાં. ખેડૂતો માં નારાજગી જોવા મળે છે. ઉપરોક્ત મસાણિયા ચેકડેમ નુ સંગ્રહ પાણી જોડિયા/ બાદનપર/કુંનડ ના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે અગાઉ કોગ્રેસ ના શાસન માં મસાણિયા ચેકડેમ ની ઉપેક્ષા કરાઈ હતી. હવે ભાજપા સરકાર માં મસાણિયા ચેકડેમ ની ઉપેક્ષા કરાઈ રહી છે. ચાલુ વર્ષે લોકસભા ની ચુંટણી યોજાવાની છે વિપક્ષ અને સત્તા પક્ષ દ્વારા ચુંટણી પ્રચાર માં મસાણિયા ચેકડેમ બાબત ખેડૂતો તયાર રહે દિવાસ્વપ્ન જોવા માટે. રાજાશાહી વખત નો બનેલ મસાણિયા ચેકડેમ આજની તારીખ માં ગામનું એતિહાસિક ગણાય છે ચેકડેમ ઈતિહાસ બને તે પહેલાં તણ ગામો જોડિયા/ કુનંડ/ બાદનપર ના ખેડૂતો ને જાગૃતિ બતાવવ નો સમય આવી ગયો છે! અહેવાલ – રમેશ ટાંક જોડિયા. ૪/૪/૨૪.