Wednesday, April 23, 2025

મોરબી જિલ્લા પોલીસની દબંગ કામગીરી.. દારૂબંધી ની કડક અમલવારી કરાવવા સમગ્ર જિલ્લામાં પાંચ જેટલી જગ્યાએ પોલીસની રેઇડમાં રૂ. ૪,૩૨૦/- નો દારૂ નો જથ્થો ઝડપી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસની દબંગ કામગીરી.. દારૂબંધી ની કડક અમલવારી કરાવવા સમગ્ર જિલ્લામાં પાંચ જેટલી જગ્યાએ પોલીસની રેઇડમાં રૂ. ૪,૩૨૦/- નો દારૂ નો જથ્થો ઝડપી પાડયો.

મોરબી જિલ્લા એસ.પી. એ નોંધ લેવા જેવી…….. એસ.પી. સાહેબની બાહોશ કામગીરી બાદ જિલ્લામાં દારૂ ના ગુન્હાઓ પકડવાના ઘટયા…

મોરબી જિલ્લા પોલીસ દ્વારા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાંથી ફક્ત અને ફક્ત પાંચ જગ્યાએથી દેશી તેમજ ઇંગ્લિશ દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં કુલ રૂ. ૪,૩૨૦/- નો જથ્થો ઝડપાયો છે…

એક તરફ નાક નીચે થી કરોડોનો દારૂ નો વેપલો ચાલતો હોય તો પછી ભૂલ PI તેમજ PSI ની હો ભાઈ…

મોરબી જિલ્લામાં ગત ૨૪ કલાકમાં પોલીસ દ્વારા ૫ જગ્યા એ મોટી રેડ કરવામાં આવી હતી જેમાં ૮૦ રૂપિયા થી લઈ ૨૨૫૦/- રૂપિયા સુધીનો જંગી જથ્થો બરામત થયો છે.

ખેર આ પાંચ ગુન્હાની વાત કરીએ તો.

પ્રથમ ગુન્હામાં મોરબી વાવડી ચોકડી પાસે જાહેરમા કૃણાલભાઇ મનોજભાઇ હીરાણી પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ઓફિસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૨ કિ.રૂ.૭૫૦/-નો મુદામાલ જપ્ત કર્યો છે.

બીજા ગુન્હામાં મોરબી લગધીરપુર રોડ, ક્રોમા સીરામીક પાસે બાવળની ઝાડીમાં મહેશ ઉર્ફે મયલો જીવણભાઇ ભરવાડ પાસેથી પ્લા.ના ત્રણ બાચકામાં પ લીટરની ક્ષમતાવાળી કેફી પ્રવાહી પીણુ ભરેલ કોથળીઓ નંગ-૧૦ કેફી પ્રવાહી લી-૫૦ તથા ૨૫૦ મીલીની ક્ષમતા વાળી કેફી પ્રવાહી પીણુ ભરેલ કોથળીઓ નંગ-૨૫ જે તમામ મળી કુલ પ્રવાહી લીટર-૫૫ કી.રૂ.૧૧૦૦/નો જથ્થો ઝડપી પાડયો છે.

ત્રીજા ગુન્હામાં સોલંકીનગર(જીંઝુડા) ગામના ઝાપા પાસે જાહેર મા રામાભાઇ બાબુભાઇ અખીયાણી પાસેથી પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી ૨૦૦ મીલીના માપની કોથળી નંગ-૩૫ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૭ કિ.રૂ.૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોથા ગુન્હામાં ટીંબડી ગામની સીમમાં ઓસીસ સીરામીક કારખાના સામે જાહેરમાં જીજ્ઞેશભાઇ રાજુભાઇ ચૌહાણ પાસેથી પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૦ દેશીદારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પાંચમા ગુન્હામાં મિલપ્લોટ ચોક રેલ્વે સ્ટેશન રોડ ઉપર અશોકભાઇ હેમુભાઇ ચૌહાણ પાસે થી આધાર વગર ભારતિય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની MCDOWELLS NO.1 DELUXE WHISKY 750 M.L લખેલ કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૦૬ કી.રૂ.૨૨૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

આમ પાંચ જગ્યાએથી રૂ. ૪,૩૨૦/- નો જથ્થો ઝડપાયો છે પછી SMC ને જ રેડ કરવી પડે ને ? શું કહેવું આપનું ?

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW