કોણ જવાબદાર એ સવાલ યથાવત પરંતુ સ્થાનિક પી.આઈ અને એલસીબી નો ભોગ લેવાયો
કહેવાય છે ને કે કોઈ પણ ઘટના ઘટતી હોય તો તેમાં નાની માછલીને બલિનો બકરો બનાવી અને મોટી મગરમચ્છને તારવી લેવામાં આવતી હોય છે ત્યારે આવી જ કંઈક ઘટના મોરબીમાં જોવા મળી છે થોડા સમય પહેલા મોરબીની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 3210 દારૂની પેટી ઝડપી પાડી હતી અને અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો એસએમસી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે નવાઈની વાત તો એ છે કે જે જિલ્લા પોલીસવાળા ને જિલ્લાની જવાબદારી આપી હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે છે તે બ્રાન્ચને જવાબદાર ઠેરવી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને રાજ્ય સરકાર દ્વારા લોકોના મુખે વાહ વાહિના આશીર્વાદ મેળવ્યા હોય તે પ્રકારનું વલણ અપનાવ્યું હોઈ તેવું જોવા મળ્યું છે
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જો વાત કરવામાં આવે તો મોરબીના લાલપર ગામ પાસે આવેલ એક ગોડાઉન ની અંદર થી 3210 પેટી દારૂ સાથે કરોડોનો મુદ્દામાલ રાજ્યની સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા પાડી અને જપ્ત કરવામાં આવ્યો હતો જોકે આ દરોડા ની અંદર અત્યાર સુધીમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે આ દરોડાની કામગીરીથી સમગ્ર રાજ્યની અંદર ખડભરાટ મચી ગયો હતો.
જે પ્રકારે રાજ્યની સ્ટેટ મોનીટરરીંગ સેલ દ્વારા દરોડા ની કામગીરી હાથ ધરવામાં વીતી તેને લઈને મોરબી જિલ્લા સહિત આઇજી સુધી રેલો આવે તેવી વાત સામે આવી રહી હતી પરંતુ આખરે ચૂંટણીના સમયે આટલો મોટો દારૂનો જથ્થો જડપતા રાજ્ય સરકાર ખૂબ ચિંતિત હતી અને આખરે કેને બચાવવા અને તેને તારવવા તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો હતો પરંતુ કહેવાય છે ને કે હર હંમેશની જેમ રાજ્ય સરકાર દ્વારા મોટી મગરમચ્છને બચાવી અને નાની માછલીઓને ભોગ બનાવી દીધી હોવાની નીતિ અપનાવી હોય તે પ્રકારે આ દરોડા ની કામગીરીમાં ભોગ લેવાની વાત સામે આવી
મોરબીના લાલપર ગામ પાસે પડેલા દરોડા ના મામલે રાજ્ય પોલીસવાળા દ્વારા જિલ્લા પોલીસવાળાને બચાવી અને સ્થાનિક પીઆઈ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ને સસ્પેન્ડ કરી જિલ્લા પોલીસવાળાને બચાવી લેવામાં આવ્યા હોવાની વાત લોકમુકે ચર્ચાઈ રહી છે સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ મોરબીની અંદર ગેર કાનૂની પ્રવૃત્તિઓએ માઝા મૂકી હોય અને જાણે જિલ્લા પોલીસવાળાને આ સમગ્ર પ્રવૃત્તિઓ અંગે કોઈ ફરક ન પડતો હોય તે પ્રકારની રીતે પોતાની એસી વાળી ચેમ્બર ની અંદર આરામ ફરમાવતા નજરે પડી રહ્યા હતા પરંતુ મોરબીની અંદર એક બાદ એક એસએમસી દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ કિસ્સાની અંદર જોવા જઈએ તો મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ વીરપેડા ગામ પાસે ડીઝલ ચોરી કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં એક પોલીસકર્મી નું નામ પણ સામે આવ્યું હતું. ત્યારબાદ હળવદ વિસ્તારની અંદર આવેલ હોટલમાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા સાત થી આઠ મહિના થી ચાલતું લાલપર ગામ પાસે દારૂનો વેપલો ઝડપી પાડ્યો હતો જોકે એક બાદ એક આ દરોડા ની કામગીરીથી રાજ્ય સરકાર તેમજ રાજ્ય પોલીસવાળા અજાણ હોય તે પ્રકારે જિલ્લા પોલીસવાળા ને બચાવવામાં લાગ્યા હોય કે પછી ખુદ જિલ્લા પોલીસવાળા રાજ્ય સરકાર તેમજ રાજ્ય પોલીસવાળા ને ખોટી માહિતી આપી કે પછી પોતાનો બચાવ કરવામાં લાગ્યા હોય તે પ્રકારે તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે તેવું સ્પષ્ટપણે કહી શકાય કારણ કે જો પોતાના જિલ્લાની અંદર આ રીતની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સતત વધી રહી હોય તો તેને ડામવાની જવાબદારી છે તે જિલ્લા પોલીસવાળાની હોય છે જો જિલ્લા પોલીસવાળા દ્વારા આ પ્રવૃત્તિને ડામવાની કોશિશ કરી હોત તો આજે આ નોબત ન આવે પરંતુ કહેવાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોતાની કાર્ય પદ્ધતિને સાચી સાબિત કરવા માટે મોરબીને ગેરકાયદેસર પ્રવૃતિઓની અંદર ધકેલી દઈ અને પોતે એક સારા અધિકારી કે બાહોશ અધિકારી છે તેવું સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને આખરે રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસવાળા ને ઉલ્લુ બનાવ્યા કે પછી જાણી જોઈને સરકારે આવા અધિકારીઓને બચાવવા માટે સ્થાનિક પીઆઇ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ નો ભોગ લઈ આવા અધિકારીઓને બચાવવા માટે મહેનત કરી છે તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ મોરબીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે પરંતુ આની પાછળ હકીકત ની અંદર કોણ જવાબદાર છે તે જાણવાના બદલે રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસવાળા દ્વારા યોગ્ય તપાસ કર્યા વગર જ જે તે અધિકારીનો ભોગ લઈ પોતે મોટી કામગીરી કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે શું ખરેખર જેની જવાબદારી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે પછી માત્ર નાની માછલીઓને ભોગ બનાવી અને મોટી મગર વંશને બચાવી લેવી તે રાજ્ય સરકારની નીતિ છે કે પછી ખરેખર યોગ્ય તપાસ કરી અને જે તે જવાબદાર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ ચર્ચા એ ચોર પકડ્યું છે