લાલપર SMC રેઇડમાં મોરબી જિલ્લા પોલીસવડા ની ઢીલીનીતિ ?, શું જિલ્લા પોલીસવડા અજાણ હતા ? ક્યારે થશે કાર્યવાહી ?
મોરબી જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમય ત્યાં જાણે કહેવાતા જિલ્લા પોલીસ વડાના હિસાબે મોરબી ક્રાઇમ નગરી બનતો જઈ રહ્યો છે સમગ્ર કિસ્સાની જો વાત કરીએ તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જાણે ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં જિલ્લા પોલીસ નિષ્ફળ નિવડા છે મોરબીમાં એક પછી એક ક્રાઈમ વધી રહ્યો છે પરંતુ જાણે છે જિલ્લા પોલીસવાળા પોતાની એસી વાળી ચેમ્બરમાંથી બહાર નીકળવાનું નામ જ નહીં લઈ રહ્યા
મોરબી જિલ્લા પોલીસવાળા તો તેના ઉપરા અધિકારીઓને ગોળ ગોળ વાતો કરી અને સારા અધિકારીઓને સાઈડ લાઈન કરી પોતે પોતાના મનગમતા અધિકારીઓને સારી પોસ્ટ પર લાવવા માટે મહેનત કરી અને મોરબી જિલ્લાની દશા જાણે દૂર દશા કરી નાખી હોય તે પ્રકારે હાલ જિલ્લાની પરિસ્થિતિ જોવા મળી રહી છે
થોડા સમય પહેલાંની જો વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં કોડીન સીરપ નામનો જથ્થો મોરબી એલસીબી દ્વારા મસ મોટો જથ્થો ઝડપી અને આંતરરાષ્ટ્રીય સુધી તેની તપાસ લંબાવીને ત્યાં પણ મસ મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો ખેર આતો હમણા નો જ દાખલો છે પરંતુ આવા તો અનેક કામો કરી અને ક્રાઈમરેટ ઘટાડવા માગતા સારા અધિકારીઓને જિલ્લા પોલીસવાળાએ અન્ય પોલીસ સ્ટેશનનો ચાર્જ અપાવીને તેને કામ ન કરે તે માટેની કોશિશો કરી મોરબી જિલ્લામાં ક્રાઈમરેટ વધે અને પોતે કઈ રીતે માલામાલ થઈ શકે તે પ્રકારના પોતાના કહેવાતા અધિકારીઓને પોસ્ટિંગ કરી હતી
જે કામ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે કરવું જોઈએ એટલે કે એસ.ઓ.જી એ કરવું જોઈએ તે કામ મોરબી એલસીબી દ્વારા કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામથી નારાજ થયેલા જિલ્લા પોલીસવડાના માનીતા અધિકારીઓને બચાવવા માટે માસ્ટર માઈન્ડ એવા જિલ્લા એસપીએ અધિકારીને બચાવી તો લીધા પરંતુ વાત હવે શરૂ થઈ રહી છે થોડા દિવસ પહેલા મોરબીના લાલપર ગામ પાસે ગાંધીનગર થી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 3210 જેટલી દારૂની પેટી ઝડપી ઇતિહાસનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ દરોડાનો રેલો ખૂબ આકરો આવવો જોઈએ એવું લોકો ઈચ્છી રહ્યા છે પરંતુ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી એવો તે આકરો નિર્ણય રાજ્ય સરકારે કે પછી લાગતા વળગતા ડીપાર્ટમેન્ટ લીધો હોય તેવું અત્યાર સુધી બન્યું નથી પરંતુ શું ખરેખર આ દરોડા ની અંદર તેમની મહત્વની જવાબદારી અને મોરબી જિલ્લાની જેના શિરે જવાબદારી છે તે જિલ્લા પોલીસવાળા સામે પગલાં લેવામાં આવશે કે પછી માત્ર જે તે બ્રાન્ચ કે સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવી અને સંતોષ માનવામાં આવશે તે સૌથી મોટી ચર્ચાનો વિષય મોરબી ની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે મોરબીની દુર્દશા જોવા મળી રહી છે તે જોતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે પરંતુ પોતાની એસીની ચેમ્બરથી બહાર નીકળીને લોકોને ફરી સુરક્ષા મળે છે કે નહીં તે તો ક્યારે જોયું નથી અનેક લોકોએ જે તે નેતાઓને ધ્યાને મૂક્યું છે પરંતુ સરકાર શા માટે કડક પગલાં નથી લેતો શું સરકાર પણ આવા અધિકારીઓને છાવરવા માંગી રહ્યા છે કે પછી ખરેખર તેની જવાબદારી છે તેની સામે કડક પગલાં ભરી ઉદાહરણ પૂરું પાડશે તે તો આવનારો દિવસ જ બતાવશે