આર.ઓ.પટેલ બી.એડ કોલેજ દ્વારા બી.આર.સી ભવન મોરબી ની મુલાકાત યોજાઈ
આચાર્ય શ્રી કમલેશભાઈ ભોરણીયા ના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ આર.ઓ. પટેલ બી.એડ કોલેજ ની બીજા સેમેસ્ટર ની વિદ્યાર્થીનીઓ દ્વારા બી.આર.સી ભવન મોરબી ની મુલાકાત લેવામાં આવી. જેમાં કોલેજ ના ડૉ .સાપરિયા સાહેબ, વિરમગામા સાહેબ, ધર્મિષ્ઠાબેન દસાડિયા , અરૂણાબેન સાણજા અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે બી.એડ ના અભ્યાસક્રમમાં સીઆરસી અને બીઆરસી ની ફરજો ઉપરાંત શિક્ષણના વર્તમાન પ્રવાહો વિશેની જાણકારી અત્યંત અગત્યની બની જાય છે ત્યારે આજની આ વિશિષ્ટ મુલાકાતમાં બીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા વર્તમાન સમયમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કઈ રીતે શિક્ષણ આપી શકાય તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ ક્યું.આર.કોડ ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીનીઓ ને શૈક્ષણિક ગેમ રમાડવામાં આવી. સી.આર.સી કોઓર્ડીનેટર ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા સી.આર.સી અને બીઆરસીની ફરજો,તેમની કામગીરીની રૂપરેખા તેમજ વર્તમાન સમયમાં સ્વિફ્ટ ચેટ, સ્વમૂલ્યાંકન, સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ જેવા મહત્વના મુદ્દાઓ અંગે પ્રશિક્ષણાર્થીઓને વિશદ્ સમજ આપવામાં આવી. ત્યારબાદ સી.આર.સી કોઓર્ડીનેટર ઉમેશભાઈ પટેલ દ્વારા G-Shala, ઓઆરએફ દ્વારા વાચનનું મૂલ્યાંકન કરે રીતે કરાય છે તે સમજાવ્યું. તેમજ તેમણે શૈક્ષણિક ટૂંકાક્ષરી નામો ની ક્વિઝ રમાડેલ જેમાં સાચા જવાબો આપનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીનીઓ એ પોતે આ મુલાકાત માટે કેવી અપેક્ષાઓ રાખેલ હતી એ પણ જણાવ્યું તદુપરાંત દિવ્યાંગ બાળકો માટેના વર્ગની મુલાકાત કરી,બીઆરસી ભવન ઓફિસ એમ.આઇ.એસ ઓફિસ સાહિત્ય વર્ગ ની મુલાકાત લઇ બ્લોક રિસોર્સ સેન્ટર વિશેની પોતાની સમજને વિસ્તૃત કરી હતી લ.આ તકે ડૉ.સાપરિયા સાહેબે પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ હતું કે અહીં કરેલ મુલાકાત વિશિષ્ટ અને વિદ્યાર્થીનીઓ માટે ફળદાયી રહી હોવાનું જણાવ્યું હતું.




