મહિલાઓ સાથે રાસ ગરબા રમવાની ના પાડતા યુવક પર છરી વડે હુમલો.
મોરબીના વીસીપરા ખુલીનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મહિલાઓ સાથે રાસ ગામ ગરબા રમવાની ના પાડતા શખ્શ ઉશ્કેરાઈ જઈ યુવક સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો ઉપરાંત બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા કુલીનગર-૧મા રહેતા રમજાનભાઈ કરીમભાઈ નોતીયાર (ઉ.વ.૩૪) એ આરોપી ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઈ કુરેશી રહે. મોરબી વીશીપરા કુલીનગર તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરીના લગ્ન પ્રસંગ હોય જયા આરોપી આવી બૈરાઓ સાથે રાસ ગરબા રમવાની ફરીયાદીએ ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરી ગાળો આપી પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને જમણા પડખામાં મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રમજાનભાઈએ આરોપી ઇમરાનભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.