Thursday, April 24, 2025
Advertisement
Advertisement
Advertisement

હળવદનું ગૌરવ હળવદની દિકરી અર્પી જોષી ( રાવલ ) ફરી એક વાર ગુજરાતના પ્રખ્યાત માસ્ટર શેફ આનલ કોટકના રસોઈ ઘરમાં ” માં કી રસોઈ ” એપિસોડમાં રસોઈ બનાવતી જોવા મળશે

ગુજરાત હાલ જ્યારે વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વિકાસને વેગ આપવા માટે નારી શક્તિ અગ્રેસર છે ત્યારે નારી શક્તિનો અદભુત પરિચય હળવદની દિકરીએ આપ્યો છે આજ થી થોડા સમય પહેલા હળવદનું ગૌરવ વધારતી અર્પી સનતકુમાર જોષીની કલર્સ ગુજરાતી ચેનલ પર આવતા રસોઈ શો માં પસંદગી થઈ હતી અને ત્યાં તેને અલગ અલગ વાનગીઓ બનાવી હતી અને તે રસોઈ શો માં અગ્રેસર રહી હતી ત્યાર બાદ હાલ ગુજરાતના વડોદરા ખાતે પ્રખ્યાત માસ્ટર શેફ આનલ કોટકનાં રસોઈ ઘરમાં પણ સ્થાન મેળવી લીધું છે અને હાલ વડોદરા સ્થિત આંનલ કોટક ના રસોઈ ઘર માં ” માં કી રસોઈ ” એપિસોડમાં ગુજરાત તેમજ બહારના અલગ અલગ રાજ્યોમાંથી ૮ માતાઓ ને રસોઈ ઘરમાં રસોઈ માટે બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાતમાં થી બે ગૃહિણીઓ પસંદ થઈ હતી જેમાં હળવદની દિકરી અર્પી સનતકુમાર જોષીની પસંદગી થઈ હતી અને આનલ કોટકના રસોઈ ઘરમાં હળવદ ની અર્પી જોષી એ કાઠિયાવાડી જમણ બનાવીને બરોડાના આનલ કોટકને ખુશ કર્યા હતા ત્યારે અર્પી સનતકુમાર જોષી સાથે ખાસ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ બાળપણ થી જ અલગ અલગ રસોઈ બનાવતા તેમની માતા પાસે સિખ્યા હતા અને તેઓના લગ્ન બાદ પણ તેઓએ રસોઈ ને પોતાનો શોખ માનીને તેમના સાસરિયાઓ ને પણ ખૂબ સરસ રસોઈ બનાવીને જમાડે છે અને તેમના પતિ હાર્દિક રાવલ તેમના આ શોખ માટે તેમને સતત મોટીવેટ કરે છે ત્યારે અર્પીબેન સનતકુમાર જોષી એ ફરી એકવાર હળવદનું ગૌરવ વધાર્યું છે

Related Articles

Total Website visit

1,502,268

TRENDING NOW