ભડીયાદ નજીક એક કારખાનામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
મોરબીના ભડીયાદ નજીક આવેલ એક સેનેટરીના કારખાનામાં યુવતીએ ગળેફાસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યારે આ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ નજીક આવેલ સોકા સેનેટરી નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી ચંદ્રિકાબેન નિલેશભાઈ વીંઝવાડિયા ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.