મોરબીના પંચાસર રોડ પર થી વરલીનો જુગાર રમતા ઈસમને પકડી પાડયો.
મોરબી શહેરના પંચાસર રોડના નાકા પાસેથી પોલીસે જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઈસમને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડના નાકા પાસે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં વરલી ફીચર જુગાર રમતો ઇકબાલ જમાલ રાઉંમાં (ઉ.વ.૩૫)રહે પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૦૦ જપ્ત કરી છે જયારે અન્ય આરોપી રસીદ જુમા ચૌહાણ રહે મચ્છીપીઠ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે