મોરબી તાલુકાના જેતપર ગામમાં આવેલ ફર્નીચર દુકાનમાંથી ઈંગ્લીશ દારૂના પાંચ સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપર ગામમાં આવેલ ખોડીયાર ફર્નીચર દુકાનમાં દારૂ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં આરોપી મનોજ નટવરભાઈ મારૂ (ઉ.વ.૪૦) રહે મોચી શેરી જેતપર ગામ વાળાને ઝડપી લઈને દુકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૩૩ પાઉંચ કીમત રૂ ૩૩૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે