જેતપર ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી જતા મહિલાનું મોત.
જેતપર ગામની સીમમાં આવેલ વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા ૩૫ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કુલળીબેન કૈલાશભાઇ ધાણક ઉવ-૩૫ રહેવાસી- જેતપર ગામની સીમ મહિપતભાઇ બચુભાઇ કંડિયાની વાડીમાં તા.જી.મોરબી વાળીએ ગત તા.૧૨-૦૨-૨૦૨૩ ના રોજ જેતપર ગામની સીમમાં આવેલ મહિપતભાઇ બચુભાઇ કંડિયાની વાડીમાં કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.