Thursday, April 24, 2025

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા “રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ” ની ઉજવણી કરવા માં આવી

Advertisement
Advertisement
Advertisement

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા “રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ” ની ઉજવણી કરવા માં આવી આજરોજ "રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ" ના ઉપલક્ષમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ની સૂચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા ના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) મા આવતી શ્રી રફાળેશ્વર પ્રા. શાળા તેમજ અન્ય વિવિધ શાળાઓમા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવા માં આવેલ હતી. આ કાર્યક્રમ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા એ આપેલ હતું. કરમિયાની બીમારીના કિસ્સામાં વ્યક્તિને ક્યાં પ્રકાર ની પ્રાથમિક સરવાર આપવી જોઈએ તે અંગે જણાવવામાં આવ્યું હતું. આપણી આસપાસ કોઈપણ બાળકો કે વ્યક્તિને આ પ્રકારની બીમારી થઈ ગઈ હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે આપણે ક્યાં પ્રકારના પ્રયત્નો કરીયે જેથી તેના સ્વાસ્થ સુધરે તે અંગે માહિતી આપવામાં આવી હતી તથા કરમિયાની બીમારીના લક્ષણો પેટમાં દુઃખાવો થવો, ખોરાક નો પાચન ન થવો વગેરે લક્ષણો વિશે જણાવવા માં આવ્યું હતું. કરમિયા ના રોગ થી બચવા માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ માહિતી આપવા માં આવેલ હતી. બાળકોને જમતા પહેલા હાથ ધોવા, રાંધતા પહેલા શાકભાજીને સ્વચ્છ કરવા કૃમિ ચેપ ધરાવતા પ્રાણીઓથી દૂર રહેવું તે અંગે ઉપસ્થિત રફાળેશ્વર શાળા ના આચાર્યશ્રી વિશ્વનાથ ગુપ્તા સાહેબ દ્વારા માહિતગાર કરવા માં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ એવા દિલીપભાઇ દલસાણીયા, દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયા દ્વારા જાતે દવા પીને બાળકોને ગોળી ખવડાવી હતી જેથી બાળકો માં દવા પીવા બાબતે હકારાત્મકતા આવે. કરમિયાંની બીમારીથી પીડાતા લોકોએ આ બીમારીથી ગભરાવવું ન જોઈએ તથા સમયાંતરે તેનું યોગ્ય નિદાન કરાવી સારવાર કરાવવી જોઈએ. મોટાભાગે કરમિયાંની બીમારી નાના બાળકોમાં વધુ પડતી જોવા મળતી હોય છે. તેનું મૂળ કારણ સ્વચ્છતાનો અભાવ છે. કાર્યક્રમને સફળ બનાવવા રફાળેશ્વર પ્રાથમિક શાળા ના શિક્ષકોએ મદદ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,282

TRENDING NOW