Friday, April 25, 2025

વાંકાનેરના ધમલપુર ગામે ખેતરમાં પાણી ન આવવા દેવા જેવી બાબતે મારામારી, સામસામે ફરિયાદ નોંધાય.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ધમલપુર ગામે ખેતરમાં પાણી ન આવવા દેવા જેવી બાબતે મારામારી, સામસામે ફરિયાદ નોંધાય.

વાંકાનેર ના જમાલપુર ગામે ખેતરમાં કારખાના નું પાણી ન આવવા દેવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારની વાડીમાં બાજુમાં કારખાનું ધરાવતા કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા, રહે વિશીપરા વાંકાનેર વાળાનું પાણી આવતું હોય મોહયુદીનભાઇએ પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા બાબતે કહેતા આરોપી કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લોખંડના સળીયા વડે માથામા બે ત્રણ ઘા મારી હેમરેજ જેવી ઇજા પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW